એક અનોખો અકસ્માત

Save (0)
Close

Recommended

Description

“એક અનોખો અકસ્માત”

                                                                લિ. – આકાશ એમ. ગુર્જર

                                                                ગામ – જગાણા, પાલનપુર

        અમદાવાદમાં રહેતા અતુલભાઈ એક દિવસ ઓફિસથી થાકીને ઘરે આવે છે. એમના ચહેરા પર જોતા જાણે કોઈ વાતનું ટેન્શન હોય એમ ખુબ જ પરસેવાથી રેબઝેબ થયેલા એ ઘરે આવે છે. એમની એક જ દિકરી હતી. જેનું નામ હતું ‘કાવ્યા’. કાવ્યા સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને એમની સાથે એમના દાદી એટલે કે અતુલભાઈના મમ્મી પણ રહેતા હતા.

        જ્યારે કાવ્યા રસોડામાંથી બહાર આવીને જોવે છે કે તેના પપ્પા ખૂબ જ થાકેલી હાલતમાં સોફામાં સુતા હતા. અને એ પણ ભુખ્યા પેટે. ત્યારે કાવ્યા પોતાના કોમળ હાથ થકી પપ્પાને જગાડે છે, અને એમણે ગરમાગરમ જમવાનું પીરસે છે. થોડીવાર પછી અતુલભાઈ જમીને કાવ્યા સાથે પોતાના રૂમમાં સુવા માટે જાય છે. કાવ્યા પપ્પાના પગ અને માથું દબાવે છે, અને અતુલભાઈ અને કાવ્યા પછી શાંતીથી સુઈ જાય છે.

        રાત્રે ૧ વાગ્યાની આસપાસ અતુલભાઈ અચાનક જાગી ગયા. અને એ તેમની ઘરની બહાર ગયા  અને ત્યાં ઘરનાં આંગણામાં એક ખાડો ખોદે છે. ત્યાં ખાડાંમાં એક નાની પેટી છુપાયેલી હતી. અતુલભાઈ એ પેટીને બહાર કાઢી અને એ પેટી ખોલે છે. એ પેટીમાં એક ઢીંગલો – ઢીંગલી હોય છે. તે આ ઢીંગલા-ઢીંગલીને પોતાની છાતી પાસે લગાવીને બહું જ રડે છે, થોડી વાર પછી અતુલભાઈ આ પેટીમાં ઢીંગલા-ઢીંગલીને મુકીને ખાડો પુરી દીધો, અને પછી સુઈ જાય છે.

        બીજા દીવસે સવારે રવીવારનો દિવસ હતો. એટલે અતુલભાઈને ઓફિસમાં રજા હતી, અતુલભાઈ આજે કાવ્યાને ફરવા માટે લઈ જવાના હતા. એટલે અતુલભાઈ અને કાવ્યા સવારે તૈયાર થઈને ફરવા માટે નીકળી જાય છે. એ લોકો કાંકરીયા તળાવ અને પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જાય છે. ત્યાં એક વાંદરાનું બચ્ચું એની માતા સાથે પ્રેમથી રમતું, અને માં જોડે સ્તનપાન કરતું દ્રશ્ય અતુલભાઈ એક જ નજરથી નીહાળતા હતા, ત્યાં જ  કાવ્યા આ બધું જોતી હતી એટલે એ પપ્પાને કહે છે કે “પપ્પા મમ્મી પણ આજે આપણી સાથે હોય તો કેટલી મજા આવત”. ત્યારે અતુલભાઈ કાવ્યા સામે જોઈને બોલે છે કે “બેટા તારી વાત સાચી છે મમ્મી આપણી સાથે હોત તો ખૂબ જ સારુ લાગત અને આપણો પરિવાર ફૂલોની જેમ ખુશીઓથી મહેકી ગયો હોત, પણ…” અતુલભાઈ થોડા અટકીને ફરીથી એક વાત કહે છે કે બેટા…

 “ગુલાબના ફુલ નીચે પણ કાંટા હોય છે. પરંતુ આ ગુલાબનું ફુલ એટલું બધું સુંદર હોય છે કે અમુક જ કાંટાના નશીબમાં આવા ફુલ સાથેનો જનમોજનમ સુધી સાથ મળતો હોય છે” આટલું સાંભળતા જ કાવ્યા પપ્પાને કહે છે કે “પપ્પા, તમે શું કીધું મને કંઈ ખબર ના પડી”. પછી અતુલભાઈ કાવ્યાને આઈસક્રીમ આપતા કહે છે કે, “કંઈ નહી બેટા, એ તો તું થોડી સમજદાર થઈશ, એટલે સમજી જઈશ”. અને પછી અતુલભાઈ કાવ્યાને આઈસક્રીમ ખવડાવે છે, આ રીતે બંને આખો દિવસ ફરે છે. અને પછી સાંજે ઘરે જાય છે, પછી દાદીમાં સાથે કાવ્યા જમે છે. અને સુઈ જાય છે.

        આ રીતે અતુલભાઈની દરરોજની રૂટીંગ લાઈફ ચાલતી રહેતી હતી. ઓફીસ જાય અને સાંજે ઘરે આવે. એક દિવસ અતુલભાઈ પોતાની બાઈક પર ઓફિસથી ઘરે આવતા હતા, શિયાળાનો સમય હતો અને સાંજના સાત વાગ્યા હતા જ્યારે અતુલભાઈ ઘરે આવતા હતા, ત્યારે અચાનક રસ્તામાં એમનો અકસ્માત થાય છે. એક મારુતી ગાડી અતુલભાઈની બાઇક સાથે અથડાતાં અતુલભાઈ નીચે પડી જાય છે, અને ત્યાં જ બેભાન થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને મારુતી ગાડીમાં બેઠામાં એક યુવક અને યુવતી બન્ને ડરી જાય છે. અને એ લોકો એમ્બ્યુલન્સ ૧૦૮ ને ફોન ત્યાથી પોતાની ગાડી લઈ ભાગી જાય છે. અમુક સમય પછી ૧૦૮ એમ્બ્યુલન્સ આવે છે અને અતુલભઈને હોસ્પીટલમાં પહોંચાડે છે. ત્યાં જ પોલીસકેસ પણ થાય છે. અને પોલીસ શોધ ખોળ કરીને પેલા યુવક અને યુવતીને તેમના ઘરેથી પકડે છે, અને બધી પુછ પરછ કરે છે. ત્યારે જાણવા મળે છે કે એ યુવક અને યુવતી બન્ને પતિ પત્નિ હોય છે આ યુવક અને યુવતી પોલીસને બધું સાચું સાચું કહે છે કે એ ડરી ગયેલા હતા એટલે ત્યાંથી ભાગી જાય છે. તો બીજી બાજુ અતુલભાઈની દિકરી અને બાને જાણ થતા જ એ લોકો હોસ્પિટલમાં પોહચી ગયા, દિકરી અને બા બન્ને બહું જ રડતા હતા, ત્યાં જ  પોલીસ સ્ટેશનમાં ડોક્ટર દેસાઈનો હોસ્પીટલમાંથી ફોન આવે છે અને પોલીસને કહે છે કે “હવે અતુલભાઈને ઠીક છે, પણ એમને પગમાં થોડી મોચ આવી છે અને હાથ પર થોડું છોલાણું છે, એટલે ચીંતા કરવાની કંઈ જરૂર નથી”. પછી પેલા યુવક અને યુવતી બન્ને પોલીસ સામે માફી માગે છે, અને કહે છે કે “પેલા માણસનો બધો જ ખર્ચ અમે આપી દઈશુ પણ એકવાર અમે એમને મળવા માગીએ છીએ અને એમની માફી માંગવા  જઈએ”. ત્યારે પોલીસ એમને છોડી દે છે. અને આ બંને અતુલભાઈની માફી માગવા અને તબિયતનું પુછવા માટે હોસ્પીટલમાં પહોંચે છે. આ યુવતી હોસ્પીટલ પહોંચતા જ જોવે છે કે એક નાની છોકરી બાર બેઠી બેઠી રડતી હોય છે અને એમના દાદી એમને પ્રેમથી ચુપ કરાવતા હોય છે અને દાદીના ખોળામાં માંથું રાખીને કાવ્યા ઊંઘી જાય છે. પણ આ યુવતી દાદીનું મોઢું દેખી નથી શકતી કેમ કે એ પડખું ફેરવીને બેઠા હોય છે. આ યુવક અને યુવતી બન્ને જ્યારે હોસ્પિટલના રૂમમાં જઈને જોવે છે કે અતુલ પથારીમાં બેભાન સ્થિતિમાં સુતો હોય છે. અતુલને દેખી ને આ યુવતીના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ હોય એમ એ અતુલને જોતી જ રહે છે અને યુવતીના આંખમાં આંસુ આવી જાય છે, અને એ મોઢું નીચું રાખીને બહુ જ રડે છે કેમકે આ અતુલ બીજું કોઈ નહિ પણ આ યુવતીનો પહેલો પતિ હતો. આ દેખીને પેલો યુવક પણ નર્વસ થઈને બહાર જતો રહે છે પણ પછી આ યુવતી અતુલને દેખીને બાજુમાં રહેલી ખુરશીમાં બેસી પોતાની આંખો બંધ કરી અને માથા પર હાથ મૂકીને ભુતકાળમાં સરી પડે છે.

        આ યુવતીનું નામ હતું “પાયલ”. પાયલ દેખાવમાં ખુબ જ સુંદર હતી. એની આંખો જાણે કોઈ અદ્ભુત કુદરતી સૌંદર્ય જોયુ હોય એટલી આકર્ષક હતી. એનો ચહેરો જાણે ચંદ્રના પ્રકાશમાં પણ રાત્રે ટમટમતા તારાઓ જેવો આબેહુબ હતો. સામે અતુલ પણ દેખાવમાં તો રૂપાળો જ હતો. પણ પાયલ આગળ એ જાણે ટ્યુબલાઈટના પ્રકાશમાં બલ્બનો પ્રકાશમાં ફીકો પડે એવું લાગતું.

                પાયલના પિતા અને અતુલના પિતા બંને ખાસ મિત્રો હતો એટલે પાયલના પિતા એ અતુલ સાથે પાયલના લગ્ન કરવાનું જ વિચાર્યું કેમ કે અતુલ ખુબ જ હોંશિયાર અને સારો છોકરો હતો, અતુલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. અને એની સેલેરી પણ સારી હતી. જ્યારે પાયલ કોઈ એક કોલેજમાં લાઈબ્રેરીમાં મેનેજર હતી. જ્યારે પાયલ અને અતુલ બંનેની સગાઈ થઈ પછી બંને ઘણી વાર સાથે ફરવા જતાં એકબીજા સાથે સમય વિતાવતા. અને ખુશીથી એમની જીંદગી જીવતા. અતુલ પાયલના રૂપ પર અને આંખો પરતો જાણે ફિદા જ હતો. એ પાયલને ખુબ જ પ્રેમ કરતો. પાયલ પણ એને પ્રેમ કરતી બંને એકબીજા સાથે ખુબ જ ખુશ હતા. અતુલ પાયલ કરતાં ત્રણ વર્ષ મોટો હતો. પણ બંને એકબીજાની જીંદગીમાં ખુબ જ ખુશ હતા.

        બંને સમયસર પોતાની નોકરી કરવા જતાં અને રવિવાર આવે ત્યારે બંને આખો દિવસ સાથે જ વિતાવતા. જ્યારે અતુલ કોઈ વાર પાયલ માટે ગઝલો પણ ગાતો…………

“ કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે,

નદીઓના વહેણમાં સાગર મલકાય છે,

ચાંદાને જોઈ સાગર જુમે ગેલમાં,

ધરતીનો છેડો જઈ આભમાં લહેરાય છે,

હો …. નદીને સાગર થવાના જાગ્યા કોર,

કે રાજવણ તું મારા ગુલાબનો છોડ….”

        આટલી આબેહુબ રીતે પોતાના વખાણ સાંભળીને પાયલ ખુબ જ ખુશ થઈને અતુલની છાતી પર માથું રાખીને ખુશીથી ભેટી પડે છે, આ રીતે બંને એકબીજા સાથે આમ ખુશીનો મીઠો પળ વિતાવતા…..અમુક સમય પછી બંનેના લગ્ન પણ થઈ જાય છે. બંને ખુશીથી એકબીજા સાથે રહેતા હોય છે. પરંતુ પાયલ જે કોલેજમાં નોકરી કરતી હતી, તે લાઈબ્રેરીમાં ત્યાં એક છોકરો દરરોજ કંઈક પુસ્તક વાંચવા માટે આવતો આ છોકરાનું નામ હતું ‘વિશાલ’…

        વિશાલ દરરોજ લાઈબ્રેરીમાં પુસ્તક વાંચવા માટે આવતો અને એક જ નજરથી એ પાયલ સામે જોયા કરતો . વિશાલ પણ દેખાવમાં પાયલ જેવો જ હેન્ડસમ હતો. એ પાયલ કરતા ૧ વર્ષ જ નાનો હતો. પાયલ પણ એની સામે જોયા કરતી. પરંતુ પાયલને યાદ આવે કે એના લગ્ન થઈ ગયેલા છે એટલે એ આ બધું ઈગ્નોર કરતી. કેમકે પાયલ માટે અતુલ જ એની જીંદગી હતી. અમુક સમય સુધી આવુ ચાલ્યા જ કરે છે. પછી ધીરે ધીરે પાયલ અને વિશાલ વચ્ચે દોસ્તી થાય છે. અને દરરોજ વિશાલ પાયલ માટે કંઈકને કંઈક ભેટ લઈને આવતો. એટલે પાયલને આ બધું બહું જ ગમતું તો બીજી બાજું અતુલ તો પાયલને ખુબ જ પ્રેમ કરતો કદાચ એના વગર એ રહી પણ ના શકતો. એટલે એ લોકો એ લગ્નના બીજા જ દિવસે એક ઢીંગલો અને ઢીંગલીને લાવીને એક નાની પેટીમાં મુકી આ પેટીને ઘરના આગળ નાનો ખાડો કરીને એમાં પુરી દીધી હતી. અને અતુલે કીધું હતું કે “આ ઢીંગલો અને ઢીંગલી જેમ આમ પેટી વાળી જીંદગીમાં એક બીજા સાથે ખુશીથી રહે છે. એ જ રીતે આપણે બન્ને પણ આપણી જીંદગીમા હંમેશા એકબીજા સાથે જ રહીંશું અને ક્યારેય જુદા નહી થઈએ”. આ બધું પાયલને યાદ આવે છે. અને એ દુંખી પણ બહું જ થાય છે. કે કદાચ એ અતુલ જોડે ચીંટીગ કરતી હોય એવું એને લાગ્યું પણ થોડો સમય પછી. વિશાલ અને પાયલ એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા. પાયલને વિશાલ ખુબ જ ગમવા લાગ્યો. એટલે એ વિશાલને પ્રેમ કરવા લાગી.

        થોડા સમય પછી ખબર પડી કે પાયલ પ્રેગ્નેટ છે. એટલે અતુલ ખુબ જ ખુશ થયો. પણ પાયલ ખુશ નહતી એમણે ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે નાની બેબી આવશે. એટલે પાયલને ના ગમ્યું એને તો છોકરો જ જોઈતો હતો. પછી અતુલને કહીને એબોશન ( છોકરીને ગર્ભાશયમાં જ મરાવી નાખવી તે ) કરવાનું નક્કી કર્યું પરંતુ અતુલ ના માન્યો એને તો એની બાળકી જોઈતી હતી પછી નાની બેબીનો જન્મ થાય છે. જ્યારે પાયલ એ બેબીને દેખે છે ત્યારે ખૂબ જ ગુસ્સે થાય છે. કેમકે એ નાની બેબી કદરૂપી અને ગૌવર્ણી હોય છે. એટલે એને નથી ગમતી આ બેબી, પરંતુ બીજી બાજુ અતુલ ખુબ જખુશ હોય છે કે એની બેબી જીવતી આ નવી દુનિયામાં આવી.

        થોડા દીવસો પછી અતુલના પિતાજી મૃત્યુ પામે છે એટલે ઘરમાં પાયલ અતુલ અને આ નાની દીકરી કાવ્યા પોતાના બા સાથે રહેતા હોય છે. પાયલને હજુ પણ આ કાવ્યા ગમતી હોતી નથી એ દરરોજ અતુલ જોડે ઝઘડા કરતી હતી, અતુલ એને બહુ જ સમજાવે પણ એ ક્યારેય કોઈની વાત સાંભળે જ નહિ અને ઝઘડો જ કરતી

        તો બીજી બાજુ પાયલ વિશાલને ખુબ જ પ્રેમ કરવા લાગી હતી. અને વિશાલ પણ તેની સામે આકર્ષક થઈ ગયેલો હતો. પાયલ ધીરે ધીરે અતુલને નફરત કરવા લાગી પરંતુ અતુલ તો હજુ પણ પાયલને એટલો જ પ્રેમ કરતો જેટલો સગાઈના સમયે કરતો. એ આજે પણ પાયલ અને કાવ્યા વગર રહી નહોતો શકતો. એક દિવસ પાયલ અને વિશાલ બન્ને ભાગી જાય છે. અને લગ્ન કરી લે છે. આ બધું અતુલને ખબર પડતાં જ એ ખુબ જ રડે છે. અને પોતાની જાતને જ દોષ આપે છે. એ સમયે કાવ્યા બહુ નાની હતી. અતુલ થોડા વર્ષે સુધી ખુબ જ ડીપ્રેશનમાં રહે છે અને એ પાયલને ભુલી નહોતો શકતો.  જ્યારે પણ પાયલને યાદ કરે ત્યારે એ પેલી પેટીને ખોલીને એમાંથી ઢીંગલા ઢીંગલીને છાતી સાથે લગાવીને ખુબ રડતો. કાવ્યા થોડી મોટી થાય છે. ત્યારે અતુલ કાવ્યાને તો એમ જ કહેતો હોય છે કે તારી મમ્મી આ દુનિયામાં નથી. એ ભગવાન જોડે જતી રહી છે અને કાવ્યાને પણ એવું જ લાગતું. પછી અતુલ એનું માનસીક સંતુલન સંભાળીને કાવ્યાને ભણાવે છે. કાવ્યા એની ખુબ જ લાડલી દીકરી હોય છે. કાવ્યા થોડી ગઉવર્ણી હતી તો પણ એ ખુશ હતી.

        અચાનક પાછળથી કોઈક પાયલનાં ખભા પર હાથ મુકે છે ત્યારે એ ભૂતકાળમાંથી જાગી જાય  છે અને પાછળ જોવે છે તો કાવ્ચા ઊભી હોય છે. એ કાવ્યાને પોતાની પાસે લઈને એને ખુબ જ વહાલ કરે છે અને પોતાની છાતીએ લગાવીને ખુબ રડે છે, કાવ્યાને તો કાઇ ખબર જ નથી હોતી કે આ કોણ છે અતુલની માં આ બાજુ આવીને દેખે છે તો એમની આંખમાં પણ આંસુ આવી જાય છે. અને એમને પણ ખબર પડે છે કે અતુલનો અકસ્માત જેની જોડે થયો હતો. એ બીજુ કોઈ નહી. પણ પાયલ અને વિશાલ જ હતા. પછી અતુલને હોશ આવે છે અને અતુલ દેખે છે કે પાયલ એની સામે જ ઊભી હોય છે. પાયલને દેખીને એ ખુબ જ ખુશ પણ થાય છે. અને એની આંખમાંથી આંસુની ઘાર નીકળી પડે છે. પછી એને પણ બધી ખબર પડે છે કે એનો અકસ્માત પાયલ અને વિશાલની ગાડી સાથે થયો હતો. વિશાલ તો હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો પણ  પાયલ ત્યાં જ બેઠી હોય છે.

        અતુલ કંઈક બોલે એના પહેલા જ પાયલ અતુલની સામે બંને હાથ જોડી અને માફી માગે છે. અને ખુબ જ રડતી હોય છે. ત્યારે અતુલ પણ દુખી થઈ જાય છે.

        પછી પાયલ બધુ સાચુ સાચુ કહે છે કે “એના અને વિશાલને કોઈ સંતાન નથી. અને ડોક્ટર જોડે ચેક અપ પણ કરાવ્યુ પણ કદાચ કંઈ ફરક પડ્યો નથી કે હજુ પણ મને કાંઈ સંતાન પ્રાપ્ત નથી થઈ. એટલે વિશાલના પરિવારવાળા એ મને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું છે અને વિશાલે પણ આવું જ નક્કી કર્યું છે. એટલે જે દિવસે તમારી સાથે અકસ્માત થયો તે દિવસે વિશાલ મને ડિવોર્સ આપીને ઘરે મુકવા માટે મારા પિયરે આવી રહ્યો હતો.. પરંતુ ભગવાને ખેલ પણ આબેહુબ છે કે એ દિવસે જ તમારી જોડે અકસ્માત થયો અને તમારી જોડે ફરીથી મુલાકાત આ રીતે કરાવશે એવું મે સપનામાં પણ નહોતું વિચાર્યું”. આટલું બોલીને પાયલ રડી જાય છ, અને અતુલ, બા અને કાવ્યાની માફી માગે છે અને રડતા મોઢે માથું ઝુંકાવે છે ત્યારે અતુલ પથારીમાંથી ઉભો થાય છે. અને પાયલને પોતાની છાતીએ લગાવીને ખુબ જ ખુશ થાય છે. અને રડી જાય છે.

        પછી પાયલ પોતાની દિકરી કાવ્યાને પોતાની બાહોમાં લઈને ખુબજ પ્રેમ કરે છે. કાવ્યાને પણ બધુ ખબર પડતાં એ પણ રડી જાય છે.

        મમ્મીના આશીર્વાદ લઈને અતુલ અને પાયલ બન્ને બેસે છે પછી અતુલને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે. અને બધા ઘરે જાય છે. ઘરે જઈને અતુલ અને પાયલ ફરીથી પેલો ખાડો ખોદીને એમાંથી પેટી કાઢીને ઢીંગલા ઢીંગલા ને હાથમાં લઈને કસમ લે છે કે આજ પછી આપણે બન્ને આ ઢીંગલા ઢીંગલીની જેમ જ હંમેશા એકસાથે જ રહીશું.

        “ભગવાન જે પણ કરે છે એ સારું જ કરે છે. પરંતુ જીંદગીમાં કોઈના વિશ્વાસ પર કલંક લાગે એવું ક્યારેય ના કરશો.”

        “પોતાની જીંદગી ખુશીથી જીવો એક પ્યાર ભરેલા સ્મીત સાથે.”…..